Jun 3, 2011

હાઇકુ.

એનાહાસ્યમાં
મને મળી છે એની 
છુપી વેદના. 

હાઇકુ.

માણસ મળ્યો
સ્વાર્થ વિનાનો
જોઈએ છે કે ?

હાઇકુ.

ભાગી રહ્યો છું
આયનાથી-જાતથી
શી રીતે ભાગું?

હાઇકુ.

દરેક ખૂણે
એમની જ યાદોના
જાળા બાઝ્યાં છે.

Apr 12, 2011

ઘડી બે ઘડી

 એકવાર તેને વિચાર આવ્યો 'પોતાના'માં જ ભ્રમણ કરવાનો,
હજી શરુ જ કર્યું હતું જ થાકી ગયો એ...!
કેટલી લાંબી મઝલ માત્ર 'વ્યથા'થી ભરેલી......!!

ઘડી બે ઘડી

તે હથોડો અને છીણી લઈને મંડી પડ્યો પોતાની અંદર ઘર કરી ગયેલા 'આળસ' નામના પર્વતને ટીચવા....

ઘડી બે ઘડી


વડની વડવાઈઓ જેવી તેની શાખાઓ તોડી પડી
અને તે રહી ગયો ખંડેર સમો એકલો-અટૂલો!

ઘડી બે ઘડી

જિંદગીમાં કદી કોઈ પાસે તેણે હાથ લાંબો નહોતો કર્યો,
હમેશા તેની મુઠ્ઠી ખુલ્લી જ રહી તો માત્ર આપવા માટે.....
આજ પહેલીવાર તેણે હાથ લાંબો કર્યો કંઈક માંગવા માટે,
ને આખેઆખો હાથ જ સમાજે કાપી નાખ્યો!

ઘડી બે ઘડી

.પ્રસંશા માટે ઝૂરતો!
અંતરથી ઝઝૂમતો!!
જાત સાથે લડતો!!!
લોકો માટે ગાંડો એ આખો દિવસ લખતો રહેતો!!!
વાહ રે એનું ગાંડપણ!
મર્યા પછી એને ખિતાબો મળ્યા,પુરસ્કારોના ઢગલા થયા....

વરસાદ

ઝરમર ઝરમર વરસાદ પડતો રહ્યો અને તે ધીરે ધીરે ભીંજાતી રહી!
પછી હળવેથી માણતી રહી ધરતીની મીઠી સોડમ,
તે સોડમ તેને પોતાના હૈયાની સોડમ જેવી લાગી...
તે ભીંજાતી રહી એ જુના દિવસોની યાદમાં,
એ દિવસો જયારે તેના મનની ખુશ્બુને પામવા માટે કોઈ તરસતું હતું,
આજ એ તરસતી હતી એ દિવસો માટે!
તેના પરમઆનંદને હૈયેથી વલોવ્વાવાળું કોઈ હતું....
પણ આજ એ જગ્યા તેના દિલમાં કોરીધાકોર પડી હતી...
તેના હૈયાની સોડમમાં મહેક્વાવાળું કોઈ હતું,
આજ એ સોડમ જાગતી તો ખરી પણ માંડ બે ઘડી પુરતી...
ફરીને પાછા એ જ નિસાસાઓ અને એજ વર્ષો જૂની તપસ્યા.....
ઝરમર ઝરમર વરસાદ પડતો રહ્યો ને તે ભીંજાતી રહી ઘરમાં પોતાની આંસુઓના વરસાદમાં....

ઘડી બે ઘડી

આંખો તેની અલગ હતી,
ને ચહેરા પરના ભાવ પણ અલગ!
તે એ માટીનો ના હતો ને છતાં જાણે અહીનો જ બની ગયેલો,
તે અહીથી હવે જઈ રહ્યો હતો,
તેને જવાનું મન નહોતું છતાં ગમે તેમ તો'ય
એ વિદેશી ધરતી....
કેટલાય માઈલોના પ્રવાસ પછી એ ઘરે પહોચશે તો શું લઇ જશે એવો એને ખ્યાલ આવ્યો,
તે નીચે નમ્યો,ચપટી ધૂળ ઉઠાવી,
થોડીક તેણે થેલીમાં ભરી અને થોડીક તેણે માથે ચડાવી ને રડી પડ્યો....
આખરે તો તે માનવ ખરો ને! 

ઘડી બે ઘડી

સરકતા સમય સાથે સરકી રહી તેની જિંદગી...
પણ તે ઉભો છે મંત્રમુગ્ધ !
ભૂતકાળ તરફ નજર કરીને એ કરી રહ્યો છે વીતેલા વર્ષોના સરવાળા....
પણ વર્તમાનની થઇ રહેલી બાદબાકીનો એને અંદાજ નથી....

ઘડી બે ઘડી

આળસ તેના રોમ-રોમમાં હતી !
પણ તેને મઝા પડતી તો બસ અખો દિવસ લખતા રહેવામાં...
કદાચ તેની એ જ આદત તેની આળસ બની ગઈ હતી.... 

ઘડી બે ઘડી

એક માણસ....તેની આંગળીમાંથી લોહી વહેતું રહ્યું...
ને છતાં તેનામાં કોઈજ ફરક નહિ,
તે મશગુલ હતો, નિશાચર ઘુવડની જેમ
પોતાનું લોહી ચાટવામાં......

ઘડી બે ઘડી

તેની આંખો કંઈક વિચારી રહી,
તેને નજર કરી પોતાના તરફ
અને
પછી પોતાના મિત્રો તરફ...
થોડો વિચાર આવ્યો તેને પોતાની જીવન સાથે બંધાઈ ગયેલી હતાશાની લાકડી ફેકી દેવાનો....
પણ એના લીધે ચાલતી કલમજિંદગી જોઈ તેણે દુઃખો સાથે જ મિત્રતા બાંધી લીધી.

ઘડી બે ઘડી

તેની આંખો કંઈક વિચારી રહી,
તેને નજર કરી પોતાના તરફ
અને
પછી પોતાના મિત્રો તરફ...
થોડો વિચાર આવ્યો તેને પોતાની જીવન સાથે બંધાઈ ગયેલી હતાશાની લાકડી ફેકી દેવાનો....
પણ એના લીધે ચાલતી કલમજિંદગી જોઈ તેણે દુઃખો સાથે જ મિત્રતા બાંધી લીધી.

ઘડી બે ઘડી

તેની આંખો કંઈક વિચારી રહી,
તેને નજર કરી પોતાના તરફ
અને
પછી પોતાના મિત્રો તરફ...
થોડો વિચાર આવ્યો તેને પોતાની જીવન સાથે બંધાઈ ગયેલી હતાશાની લાકડી ફેકી દેવાનો....
પણ એના લીધે ચાલતી કલમજિંદગી જોઈ તેણે દુઃખો સાથે જ મિત્રતા બાંધી લીધી.

ઘડી બે ઘડી

એક બેકાર હતો....
એને ના કોઈ કામધંધો
કે ના કહેવાવાળું કોઈ ! 
દરરોજ મંદિર સામે જઈ ઉભો ઉભો બબડતો ને
પછી ઘરે જઈ મૃત પત્નીની છબી સામે પણ.....!

ઘડી બે ઘડી

રસ્તા પર પડી છે વર્ષો જૂની કોઈના પગલાની છાપ !
કોઈ આવ્યું હતું તેની નિશાની અને હવે ક્યારેય નહિ આવે તેની ખાતરીની છાપ !

ઘડી બે ઘડી

'તેને' કલમ ચલાવતા સરસ આવડતું,
પણ....કદાચ ! માત્ર કલમ ચલાવતા જ !
રાત-દિવસ બસ લખતો જ રહેતો મારી જેમ...
ના ખાવાનું ભાન...
ના પીવાનું ભાન...
તે તેની લખેલી પત્રિકાઓ દુનિયાને દેખાડતો  ને દુનિયા હસતી તેના પર..
ના કોઈ કામકાજ.....ના કમાવવાની કોઈ લાજ..
ઘરેથી કંટાળતો ત્યારે બહાર જઈને લખતો ને બહારની દુનિયાથી કંટાળતો ત્યારે ઘરે જઈને...
આમ ને આમ એક દિવસ તે લખતા લખતા જ ઉપર પહોચી ગયો....
આખી જિંદગી તેના લખેલા કાગળ દુનિયાએ ના વાચ્યા તે છેલ્લે તે દુનિયાની નજર માં ચડ્યા ખરા....
પણ સ્મશાનમાં તેની લાશને અગ્નિદાહ દેવા માટે....